ત્રિપલ ટીકીટ બુકિંગમાં હોટલ રૂમમાં પુખ્ત વયના ૨ (બે) યાત્રાળુઓનું જ બુકીંગ થશે, જયારે ત્રીજા યાત્રાળુ માટે સ્થળ ઉપર (હોટેલ મેનેજમેન્ટ પાસેથી) અલગથી એક્સ્ટ્રા બેડ સ્વ-ખર્ચે મેળવી શકાશે.
ટીકીટ બુકિંગ વખતે પાંચ કે તેથી નાની વયના બાળકો માટે કોઈ અલગથી રૂમ કે બેડ મળવા પાત્ર રહેશે નહી. અગર યાત્રાળુ અલગથી એક્સ્ટ્રા બેડ લેવા ઇચ્છતા હોય તો સ્થળ ઉપર (હોટેલ મેનેજમેન્ટ પાસેથી) અલગથી એક્સ્ટ્રા બેડ સ્વ-ખર્ચે મેળવી શકાશે અથવા આખી ટીકીટ મેળવવાની રહેશે.
ટીકીટ કેન્સલેશન સમયે રીફંડ મળવા પાત્ર રકમ વખતો-વખત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલ હોટેલ રૂમ કેન્સલેશન પોલિસીની જોગવાઈઓ તેમજ નિગમની ટીકીટ કેન્સલેશન અંગેના વખતો-વખતના નિયમોને ધ્યાને લઇ કેન્સલેશન ચાર્જ વસુલી બાકી રકમ રીફંડ કરવામાં આવશે.
હોટેલ રૂમની ફાળવણી સોમનાથ મંદિર ટ્રસ્ટ હોટલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી હોય આ બાબતે કોઈ મુશ્કેલી ઉપસ્થિત થયેથી હોટેલ મેનેજમેન્ટ અથવા PIO નો સંપર્ક કરવા વિનંતી.
એસ.ટી.નિગમની એ.સી.વોલ્વો સર્વિસથી ૨ દિવસ /૧ રાત્રી પેકેજ, જેમાં બસ ટીકીટ ભાડુ, ૧ રાત્રી હોટેલ રોકાણનું ભાડુ, સોમનાથ ખાતેના લાઈટ-સાઉન્ડ શોનો તેમજ સોમનાથ ખાતેના દર્શનીય સ્થળોનો સમાવેશ થશે. (મ્યુઝીયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ,રામમંદિર, ગીતામંદિર)
પ્રવાસના બીજા દિવસે પ્રવાસીને કોમ્પલીમેન્ટરી ધોરણે મ્યુઝીયમની મુલાકાત ત્યારબાદ રામમંદિર ખાતે બપોરે પ્રસાદમની સગવડ
સોમનાથ ખાતેના અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા
સદર ટુર પેકેજમાં દર્શાવ્યા સિવાયના અન્ય ખર્ચાઓ જેમ કે, લંચ, બ્રેકફાસ્ટ-ચા-પાણી, ડીનર તેમજ અન્ય તમામ ખર્ચ પ્રવાસીએ જાતે (સ્વ-ખર્ચે) ભોગવવાનો રહેશે.
અનિવાર્ય/આકસ્મિક સંજોગોવસાત કે તે સિવાય અન્ય બાબતોએ ટુર પ્રોગ્રામમાં ફેરફાર કે રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થવા પામે તો તે આનુસંગિક લેવાયેલ નિર્ણય યાત્રાળુઓને બંધનકર્તા રહેશે.
વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્યમંદિર ટુર પેકેજ બુકિંગને લગત
સૂચનાઓ
પર્યટકો માટે
વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્યમંદિર માટે દર શનિવાર અને રવિવારના દિવસે ઉપડશે. જેમાં વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝીયમ, તાનારીરી, હાટકેશ્વર દર્શન,કીર્તિ તોરણ, પ્રેરણા સ્કુલ, મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકાશે.
સદર ટુર પેકેજ એક દિવસીય રહેશે, સદર પેકેજ ભાડામાં ફક્ત ટીકીટ ભાડાનો સમાવેશ થયેલ છે.
સોમનાથ ખાતેના અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા
સદર ટુર પેકેજમાં દર્શાવ્યા સિવાયના અન્ય ખર્ચાઓ જેમ કે, લંચ, બ્રેકફાસ્ટ-ચા-પાણી, ડીનર તેમજ અન્ય તમામ ખર્ચ પ્રવાસીએ જાતે (સ્વ-ખર્ચે) ભોગવવાનો રહેશે.
અનિવાર્ય/આકસ્મિક સંજોગોવસાત કે તે સિવાય અન્ય બાબતોએ ટુર પ્રોગ્રામમાં ફેરફાર કે રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થવા પામે તો તે આનુસંગિક લેવાયેલ નિર્ણય પર્યટકોને બંધનકર્તા રહેશે.